Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: MP હનુમાન બેનીવાલે કહ્યું- 'દલિત સમાજ માટે મોદી સરકાર ચિંતિંત પરંતુ...'

હનુમાન બેનીવાલે સાથે જણાવ્યું હતું કે, ભલે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર દલિત સમાજ માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનની ભાજપ પાર્ટી દલિતોની ચિંતા કરતી નથી અને આજ કારણ છે કે દલિત યુવકની હત્યા બાદ પણ તેને ન્યાય અપાવવા માટે પ્રદેશ ભાજપ નીરસ જોવા મળી રહી છે.

VIDEO: MP હનુમાન બેનીવાલે કહ્યું- 'દલિત સમાજ માટે મોદી સરકાર ચિંતિંત પરંતુ...'

ચેતન પટેલ,સુરત: રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. હાલ જ રાજસ્થાનના નાગોરમાં થયેલ દલિત યુવકની કરપીણ હત્યા બાબતે તેઓએ ગહેલોત સરકારને વિધાનસભા અને રોડ પર ઘેરવાની વાત સુરત થી કરી હતી. તેઓએ સાથે જણાવ્યું હતું કે, કેન્દ્રની સરકાર ભલે દલિતો માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનમાં ભાજપ દલિતોના પ્રશ્નો અને તેમની સાથે થતા અત્યાચારને લઈ ગંભીર નથી.

fallbacks

રાજસ્થાનના નાગોર લોકસભા વિસ્તારના રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ રાજસ્થાન સરકારને આડેહાથ લીધી હતી. હાલમાં જ નાગૌરના દલિત યુવકની કરપીણ હત્યા બાદ બાડમેરમાં મુસ્લિમ યુવકની પણ બર્બરતાપૂર્ણ હત્યા કરવામાં આવી છે. રાજસ્થાન કાયદા અને વ્યવસ્થાની કફોડી હાલતને લઇ હનુમાન બેનીવાલે ગહેલોત સરકાર ઉપર નિશાનો સાધ્યું હતું. રાજસ્થાન સરકાર પર આકરા પ્રહાર કરતા હનુમાન બેનીવાલે જણાવ્યું હતું કે, સુરતથી રાજસ્થાન પહોંચ્યા બાદ તેઓ પોતે અને તેમની પાર્ટીના દ્વારા દલિત યુવકની હત્યાના બનાવ પર વિધાનસભાથી લઈ રોડ સુધી સરકારને ઘેરાશે..

વધુ વિગતો માટે જુઓ video

હનુમાન બેનીવાલે સાથે જણાવ્યું હતું કે, ભલે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર દલિત સમાજ માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનની ભાજપ પાર્ટી દલિતોની ચિંતા કરતી નથી અને આજ કારણ છે કે દલિત યુવકની હત્યા બાદ પણ તેને ન્યાય અપાવવા માટે પ્રદેશ ભાજપ નીરસ જોવા મળી રહી છે. આવનાર વિધાનસભામાં ભાજપ સાથે ગઠબંધન થશે કે નહીં તેને લઈને મોટો પ્રશ્ન છે.  જો કે હનુમાન બેનીવાલે પીએમ મોદીની કાર્યશૈલી અને તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી અને હાલમાં આવેલા CAA કાયદાને સમર્થન આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More